આજના ડિજિટલ યુગમાં વધતા જતા સાયબર ક્રાઇમના બનાવોને રોકવા માટે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા એક નવતર અને પ્રશંસનીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. ગ્રામીણ જનતાને તેમની જ ભાષામાં જાગૃત કરવા માટે હવે જિલ્લામાંસાયબર ડાયરા'નું આયોજન કરવામાં આવી રહ્યું છે.શનિવારના રોજ ગોંડલ તાલુકાના સુલતાનપુર અને મોવૈયા ગામમાં આ પ્રકારના સાયબર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાઠિયાવાડની સંસ્કૃતિમાં 'ડાયરો' એક લોકપ્રિય માધ્યમ છે