હિંમતનગર: સાબરકાંઠામાં SIR ની કામગીરી માટે BLO મતદાન બુથ પર મતદારોની મદદ કરશે:અનેક મતદારોએ ભર્યા ફોર્મ
ચૂંટણી વિભાગ ધ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથક પર BLO મતદારની મદદ કરી રહ્યા છે બીજી તરફ જેને ફોર્મ નથી મળ્યા તે મતદાન મથક પર પહોચી પોતાના મતદાર ફોર્મ પર ભરી શકે છે અને કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ પણ BLO કરશે જેથી મતદારોને જાગૃત બનવા માટે અપીલ કરી મતદાન મથકે પહોંચવા જાહેર કરાયુ છે.આ અંગે જીલ્લા ચૂંટણી વિભાગ માંથી મળેલ માહિતી મુજબ,SIR માટે 4 નવેમ્બર થી 4 ડીસેમ્બર એક મહિનો મતદારોના મતાધિકારને મજબુત બનાવવા માટેનો છે.