વેજલપુર: અમદાવાદ પોલીસે એક મહિનામાં ગુમ થયેલા 328 લોકોને શોધી કાઢ્યા
અમદાવાદ પોલીસે એક મહિનામાં ગુમ થયેલા 328 લોકોને શોધી કાઢ્યા છે...શહેર પોલીસ દ્વારા જેટલા પણ લોકો ગુમ થયા છે તે તમામ લોકો અંગેની તપાસ માટેની ડ્રાઇવ શરૂ કરી છે. જે અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારમાં 22 જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા લોકોને શોધવા અંગેની ડ્રાઇવ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા એક મહિનાની ડ્રાઈવમાં 328 લોકોને શોધવામાં આવ્યા છે.