જામનગર શહેર: મુખ્યમંત્રીના કાર્યક્રમને પગલે પ્રદર્શન મેદાન નજીક જાહેર માર્ગ ઉપરના દબાણો મનપા દ્વારા દૂર કરાયા
આગામી 20 નવેમ્બર ના રોજ જામનગરમાં નવ નિર્મિત ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થનાર છે, જેના પગલે તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે આજરોજ શહેરના પ્રદર્શન મેદાન નજીક મનપાની એસ્ટેટ શાખા દ્વારા જાહેર માર્ગો પરના દબાણો દૂર કરવામાં આવ્યા તેમજ માર્ગ ઉપર નડતર રૂપ વૃક્ષો પણ કાપવામાં આવ્યા હતા.