હાલોલ મુસ્લીમ સોસાયટી ગૂપ દ્રારા ઈસ્લામીક નોલેજ સ્પર્ધા મુસ્લિમ મહિલાઓ માટે યોજાઇ હતી જેમા વિવિધ વિસ્તારોમાંથી મુસ્લિમ મહિલાઓએ ઇસ્લામીક નોલેજ સ્પર્ધામા ભાગ લીધો હતો.આ ઈસ્લામીક નોલેજ સ્પર્ધા થયા બાદ આજે રવિવારના રોજ હઝરત બાદશાહ બાબાની દરગાહ ખાતે સ્પર્ધામાં ભાગ લેનાર મહિલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે ખાસ મેહમાન તરીકે અમરિન મેમણ ડિપ્લોમા ઇન કોમ્યુટર સાયન્સ,ફરીદા પટેલ ગવર્નર કોલેજ ના શિક્ષિકા તેમજ હફસા બુઢ્ઢા હાજર રહ્યા હતા