મહુવા: તેરા તુઝકો અર્પણ સૂત્રને સાર્થક કરતી મહુવા પોલીસ, 50,250 ના પાંચ મોબાઈલ મૂળ માલિક ને પરત કરાયા.
Mahuva, Surat | Nov 22, 2025 પોલીસ સૂત્ર દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ તેરા તુઝકો અર્પણ સૂત્રને સાર્થક કરવા પોલીસ ને ખોવાયેલ તેમજ કિંમતી ચોરાયેલ વસ્તુ મૂળ માલિક સુધી પહોંચાડવા મળેલ સૂચના ને આધીન મહુવા પોલીસ દ્વારા ટેક્નિકલ એનાલિસિસ કરી વિવિધ કંપની ના પાંચ જેટલા મોબાઈલ ફોન 50,250 નો મુદ્દામાલ શોધી મૂળ માલિક ને પરત કરી તેરા તુઝકો અર્પણ સૂત્ર ને સાર્થક કર્યું હતું.