કોંગ્રેસના પ્રદેશ મહિલા અધ્યક્ષ ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. સમગ્ર રાજ્ય સાથે ભાવનગરમાં પણ દારૂ અને ડ્રગ્સના મુદ્દે કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન સહિતના કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ મહિલા અધ્યક્ષ ગીતાબેન પટેલની ઉપસ્થિતિમાં શિવ શક્તિ હોલ ખાતે મહત્વની બેઠક યોજાઇ હતી.