ધંધુકા: *અનાથ બાળકોનો ધંધુકા પ્રવાસ : માનવતાનો અનોખો ઉપક્રમ.*#ધંધુકા #ધંધુકાભાલ #dhandhuka #બાળકોનોપ્રવાસ
*અનાથ બાળકોનો ધંધુકા પ્રવાસ : માનવતાનો અનોખો ઉપક્રમ.* અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે સુલતાન એ.એમ. ઇન્સ્ટિટ્યૂટના અનાથ બાળકોને માનવતાભર્યો પ્રવાસ કરાવવામાં આવ્યો. સંસ્થાના આ બધા દીકરા-દીકરીઓ એવા વ્યતિમ છે જેમના કોઈ સગા-વાલા નથી, માતા-પિતાની ઓળખ પણ નથી અને આવી સંતાનોને પોલીસ અથવા સરકાર દ્વારા સંસ્થામાં મુકવામાં આવે છે જ્યાં તેમને શિક્ષણ, સંસ્કાર અને સ્વાવલંબન માટે તૈયાર કરવામાં આવે છે. દર વર્ષે આ બાળકોને આનંદમય પ્રવાસ માટે લઈ જવાનો ઉમદા ઉપક્રમ.