સુઈગામ: કટાવ ખાતે મોરવાડા જિલ્લા પંચાયત સીટનું સ્નેહમિલન યોજાયું.
યાત્રાધામ અને મીની અયોધ્યા તરીકે પ્રખ્યાત ક્ટાવધામ ખાતે મોરવાડા જિલ્લા પંચાયત સીટના કાર્યકરોનું રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું હતું,જેમાં રાજ્યમંત્રી સ્વરૂપજીએ તમામ કાર્યકરોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી,અને વિકસિત ભારતનું સ્વપ્નું સાકાર કરવા તમામ નાગરિકો સ્વદેશી વસ્તુઓ અપનાવવા ઉપસ્થિત કાર્યકરોને હાકલ કરી હતી.