જાંબુઘોડા: જાંબુઘોડા પોલીસે ઉચેટ ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડયા
જાંબુઘોડા પોલીસે ઉચેટ ગામ પાસેથી એક્સેસ ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે સાહિલ રાઠવા અને પ્રકાશ ચંદ્રસિંહ રાઠવાને ઝડપી પાડી વિદેશી દારૂના ક્વાટરિયા નંગ 48 કિ.5328 તેમજ એક્સેસ ગાડી જેની કિ. 50,000 મળી ફૂલ 55,328 ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પોલીસે બન્ને ઇસમો સામે પ્રોહીબિશનનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે જેની માહિતી તા.20 નવેમ્બર ગુરુવારના રોજ રાત્રે 8 કલાકે પ્રાપ્ત થઈ હતી