વડોદરા : બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરીને કારણે અલકાપુરી ગરનાળુ આગામી 12 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવ્યું છે અને શહેરીજનોને વૈકલ્પિક માર્ગો તરીકે જેતલપુર,અકોટા,પંડ્યા બ્રિજ ફ્લાયઓવર,જેતલપુર અને પ્રિયલક્ષ્મી ગરનાળાનો ઉપયોગ કરવા જણાવાયું છે.જોકે અલકાપુરી ગરનાળુ બંધ થતાં આ ત્રણ વૈકલ્પિક માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધતા ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાની ફરજ પડી છે.નજીકમાંજ રેલવે સ્ટેશન અને ડેપો હોવાથી મુસાફરો પણ હાલાકીનો સામનો કરવા મજબુર બન્યા છે.