રાજકોટ પશ્ચિમ: હરભમજી રાજ ગરાસીયા છાત્રાલય ખાતે T 3 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્યતંત્રના ઉપક્રમે યુનિસેફના સંકલનથી રાજકોટની હરભમજીરાજ ગરાસીયા છાત્રાલયમાં T 3 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 370થી વધુ વિદ્યાર્થીઓમાં લોહતત્વની ઉણપ અંગેના પરિક્ષણની સાથે વજન અને ઉંચાઈની ચકાસણી કરવામાં આવી હતી.