માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામની સીમમાં આવેલ પવનચક્કીના ઉપરના ભાગે અને નીચે પેનલમાં કોઈ કારણસર આજરોજ ગુરુવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે, જેના પગલે બનાવની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ આગ પર પાણી મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. હાલ આ આગની ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાની ઘટના ટળી હોવાની વિગતો મળી રહી છે....