શ્રાવણના બીજા સોમવારે અવસરે સોમનાથમાં ભક્તિની સરવાણી
Veraval City, Gir Somnath | Aug 5, 2025
શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની કતારો લાગી હતી. વહેલી સવારે 4:00 વાગ્યા થી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્યા હતા ત્યારે શ્રદ્ધાળુઓ ઉલ્લાસપૂર્ણ માહોલમાં સોમનાથ દાદાના દર્શન મેળવવા માટે ઉમટ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટની સુચારુ દર્શન વ્યવસ્થાને કારણે કોઈપણ યાત્રીને ગણતરીની મિનિટોમાં સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત થાય તેની ખાતરી કરવામાં આવી હતી,