આજે બપોરે 1 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ તાલુકાના ખેરોજ નજીકની સાબરમતી નદીના પટમાંથી ઇજાગ્રસ્ત હાથલતમાં અંદાજિત 46 વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ઈડર તાલુકાનો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.