મોરબી: મોરબી જિલ્લામાં પ્રથમવાર સમીક્ષા બેઠક યોજતા જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા
Morvi, Morbi | Nov 15, 2025 મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ કલેક્ટર કચેરી મોરબી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.