ગોધરા શહેરના બગીચા રોડ પર ટેન્ડરના મુદ્દે કાકા-ભત્રીજા વચ્ચે ઝઘડો થતા એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાઈ છે. મોદીની વાડી નં. 3 ખાતે રહેતા સચિન રામગોપાલ ભાવસારેએ ફરિયાદમાં જણાવ્યું કે 12 જાન્યુઆરીએ તેમના કાકા લલિત નારાયણભાઈ છીપાએ ફોન કરીને સરકારી ટેન્ડરના કામ બાબતે ઉગ્ર બોલાચાલી કરી હતી. આરોપીએ હોટેલ પર આવીને મારી નાખવાની, માથું ફોડી નાખવાની ધમકી આપી તેમજ સચિન અને તેમની માતાને અપમાનિત કર્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.