રાજકોટના જસદણના આટકોટમાં નિર્ભયાકાંડ જેવી ઘટના બનતા ચકચાર મચી છે. એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર અજાણ્યા શખ્સે દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. હેવાનિયતની હદ વટાવતા નરાધમે ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી દીધી હતું અને ગંભીર ઇજા પહોંચાડી ક્રૂરતા આચરી હતી. બાળકીની ગંભીર હાલતને જોતાં તેને પરિવારે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખસેડી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગુનો દાખલ કર્યો હતો