માંડવી: માંડવીમાં નારાયણ સ્વામી આશ્રમ ખાતે તુલસી જન્મોત્સવ ની ઉજવણી કરાઈ
Mandvi, Kutch | Dec 25, 2025 આજે સવારે તુલસી જન્મોત્સવ ના દિવસે માંડવીમાં નારાયણ સ્વામી આશ્રમ ખાતે ચપલેશ્રવર મહાદેવ મંદિર સેવક ગણ દ્વારા નિઃશુલ્ક ૧૦૧ તુલસીનાં રોપાનું સામાજિક અગ્રણીઓના હસ્તે ઉપસ્થીત ભાઈ -બહેનોને અર્પણ કરવામાં આવ્યા આ કાર્યક્રમનાં પ્રારંભે કથાકાર શાસ્ત્રી શ્રી નીરંજનભાઈ વ્યાસે તુલસી પુજન કરાવ્યું અને તુલસીનું શું મહત્વ છે,એ સમજાવ્યું હતું.ડો.પારૂલબેન ગોગરી, ઉષાબેન ભાનુશાલી, દક્ષાબેન પરમાર સહિત ની બહેનોએ તુલસીજી ને વધાવ્યા હતા.