કડી: કડી ના સહારા ગેસ્ટ હાઉસ પાસે જુની અદાવતમાં યુવક પર છરા વડે હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત,હુમલો કરનાર ઈસમ સામે ફરીયાદ
Kadi, Mahesana | Nov 21, 2025 કડી શહેરના સહારા ગેસ્ટ હાઉસ પાસે અગાઉ ના ઝઘડા ની અદાવત રાખી ચા પીવા કિટલી પર ઉભો રહેલ અનીશ અબ્દુલભાઈ દોલાણી રહે.કડી કસ્બા ભાગવત વાળાને કડી કસ્બા ના સિંધીવાળા માં રહેતો ઇન્દ્રિશ ઉર્ફે ઘઉં મહેબુબભાઇ ત્યાં આવી થોડા દિવસ પહેલા કડીની બનાસકાંઠા સોસાયટીમાં થયેલ ઝઘડામાં તેના ભાઈનો હાથ હોવાનું કહેલ તેથી અનિષે તેને જણાવ્યું હતું કે તેમાં તેના ભાઈ તોફિક સાથે વાત કરવી.આ સાંભળી ઈન્દ્રિશ ચિકનની દુકાનેથી મટન કાપવાનો છરો લઈ આવી તેના પર અચાનક હુમલો કરી દીધો હતો.