બોરસદ: વિદ્યાર્થી ઉત્કર્ષ માટે ઝારોલા હાઇસ્કુલને મળ્યું 4,44,444નું માતબર દાન, ભૂતપૂર્વ શિક્ષક રમેશભાઈ એસ. પટેલે કર્યું દાન
બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈસ્કૂલમાં વર્ષ 2002 માં નિવૃત્ત થયેલ શાળાના માધ્યમિક વિભાગના સંસ્કૃત વિષયના શિક્ષક એવા રમેશભાઈ સોમાભાઈ પટેલ જેઓ ડભાસી ગામના વતની છે અને હાલ પરિવાર સાથે અમેરિકા રહે છે ત્યારે પોતે ઝારોલા હાઇસ્કુલ માં વર્ષો સુધી શિક્ષક તરીકે ફરજ બજાવી અને તાજેતરમાં જ્યારે વતનમાં આવ્યા ત્યારે પોતાની શાળાની મુલાકાતે ગયા હતા અને શાળા પ્રત્યેનું ઋણ અદા કરતા ₹4,44, 444 નો ચેક કેળવણી મંડળના પ્રમુખ ને ચેક અર્પણ કર્યો હતો