ધ્રાંગધ્રા: ગ્રામ્યમાં દેશી દારૂના 3 દરોડા પોલીસે કુલ 23 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો 1 મહિલા સહિત 4 સામે ફરિયાદ
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે જુદા જુદા વિસ્તારોમાં પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી એક મહિલા સહિત 4 સામે ગુનો નોંધાયો છે. પોલીસે કુલ 23 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો.