જૂનાગઢ: ક્રાઈમ બ્રાન્ચે છોડવડી ગામની લપટીધાર સીમ વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી બીયરના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી બીયરના ટીનનો જથ્થો ઝડપી પાડ્યો છે. જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફને સંયુક્તમાં ચોક્કસ બાતમી મળેલ કે જુનાગઢ ગાંધીગ્રામ માં રહેતા રાજુ ગોગન શામળા એ ભેસાણ તાલુકાના છોડવડી ગામના ચંદુભાઈ વશરામભાઈ પટેલની છોડવડી ગામની લપટી ધાર સીમ વિસ્તારમાં આવેલ ખેતરના મકાનમાં દારૂનો જથ્થો રાખેલ છે અને હેરાફેરી કરે છે જે હકીકતના આધારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફે રેડ રહી કાર્યવાહી કરી છે.