ઝવેલર્સની દુકાનમાં થયેલ લૂંટમાં પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટારુંને દબોચી લીધો વાગરાના બજારમાંથી ગત સોમવારના રોજ બપોરના સમયે સોનાની લૂંટનો બનાવ બનતા લૂંટ ચલાવનાર ઈસમની શોધમાં પોલીસે રાત દિવસ એક કરી નાંખ્યા હતા. જો કે સમયસર કરેલ મહેનત વાગરા પોલીસને ફરી હતી. પોલીસે વાગરા નજીકના એક ગામમાંથી ગણતરીના કલાકોમાંજ એક ઈસમને ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી હતી.