સાવલી–વડોદરા રોડ પર જીઈબી નજીક એમ્બ્યુલન્સ અને મોટરબાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બાદ હાઈ વોલ્ટેજ ડ્રામા પણ જોવા મળ્યો હતો.અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને ઈજા પહોંચ્યાની માહિતી મળી રહી છે.અકસ્માત બાદ એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તને સાવલીની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.ઘટનાસ્થળે તમાશો જોવા સ્થાનિક લોકોના ટોળા ઉમટ્યા હતા.અકસ્માત બાદ એમ્બ્યુલન્સ ચાલક અને બાઈક ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.બંને નશામાં ન હોવાનું સાબિત કરવા માટે બૂમાબૂમ કરતા નજરે ચડ્યા