ગઈ કાલે સાંજે વડોદરા મહાનગર પાલિકાના અધિકારીની તબિયત લથડી હતી.પાલિકાની વડી કચેરીએથી ઘરે જવા નીકળતા હતા દરમિયાન ઢળી પડ્યા અધિકારી.પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી એન્જિનિયર હિતેન્દ્ર દેસાઇ બેભાન થયા હોવાની માહિતી સામે આવી હતી.ત્યારે સાથી અધિકારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી મદદ પહોંચાડી હતી.અનેહોસ્પિટલ ખસેડી અધિકારીને સારવાર અર્થે દાખલ કરાયા હતા.તબિયત લથડવાનું કારણ કામનું ભારણ કે અન્ય ? તે અંગે તબીબી રિપોર્ટ પછી જ ખબર પડશે.