સુરત: રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં સુરત પીડિયાટ્રિક એસોસિયેશનના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે તબીબોને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી યાદ અપાવતા કુપોષણ સામે જંગ છેડવા મહત્વની સલાહ આપી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બાળકો દેશનું ભવિષ્ય છે. તેમણે કાર્યક્રમમાં હાજર રહેલા શહેરના નામાંકિત બાળરોગ નિષ્ણાતોને વિનંતી કરી હતી કે: શાળાના બાળકો પર વિશેષ ધ્યાન આપી તેમને કુપોષણની સમસ્યામાંથી બહાર લાવવા કામ કરવું જોઈએ.