પલસાણા: કડોદરા પોલીસે બાતમી આધારે વરેલી ગામની સીમમાંથી દેશી હાથ બનાવટના પિસ્તોલ સાથે 1 ઇસમને ઝડપી પાડ્યો હતો.
Palsana, Surat | Nov 22, 2025 પોલીસે બાતમી આધારે વરેલી સંસ્કાર સ્કૂલની સામે વરેલી તરફ સર્વિસ રોડ ઉપર જતા માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન ધીરેન્દ્ર પ્રતાપસિંગ ભીષમસિંગ રાજપૂત નામનો ઇસમ એક વગર પાસ પરવાનાના દેશી હાથ બનાવટની પિસ્તોલ જેની કિંમત રૂ. 20,000/- સાથે ઝડપાયો હતો. તેની પાસેથી 1 મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યો હતો. વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેનો સહ આરોપી મનોજ મિશ્રા જેના નામથામની ખબર નથી નાઓએ આ પિસ્તોલ સાથે મંગાવી હોવાનું જાણવા મળતા તેને વોન્ટેડ જાહેર કરી વધુ