મહુવા: વાછાવડ ગામે 9 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું.
Mahuva, Surat | Dec 14, 2025 મહુવા તાલુકાના વાછાવડ ગામે કૌશલભાઈ ના ખેતરમાં એક વિશાળ અજગર નજરે પડ્યો હતો.અજગરને જોતા જ લોકો માં ભયનો માહોલ જોવા મળ્યો હતો.અજગર પર સતત નજર રાખી ફ્રેન્ડસ ઓફ એનિમલ ની ટીમને જાણ કરાતા ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી અજગર ને ઝબ્બે કરવાની કવાયતમાં લાગી હતી.ભારે જહેમત બાદ રેસ્ક્યુ ટીમ દ્વારા સહી સલામત રીતે અજગર ને પકડી લેવામાં આવ્યો હતો જે બાબતે મળતી જાણકારી મુજબ આ અજગર 9 ફૂટ લાંબો અને 14 કિલો વજન ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.