વડોદરા : શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા રોજે રોજ ઢોર પકડવાની કામગીરી થાય છે છતાંય અકસ્માતોની ઘટનાઓ યથાવત છે.જ્યાં ગૌપાલકની બેદરકારીના કારણે એક મૂંગા જાનવર એટલે કે ઢોરનું મૃત્યુ નિપજ્યું છે.રીક્ષા ચાલક જય રહ્યો હતો.તેવામાં ડિવાઈડર કૂદી અચાનક ઢોર રસ્તા વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં રિક્ષાને ભારે નુકસાન થયું છે તેમજ રિક્ષા ચાલકને પણ ઈજાઓ થઇ હતી.