ગાંધીધામ: વેપારી એસોસિએશનોનું એકમતે સજ્જડ બંધનુ એલાન : મુખ્ય બજાર સહિત સમગ્ર બજાર બંધ
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ વિભાગ અંગે કરાયેલા અયોગ્ય શબ્દો અને આક્ષેપો સામે ગાંધીધામના વેપારી વર્ગમાં રોષ, પોલીસ પરિવારને મોરલ સપોર્ટ આપવા 1 કલાકનું સ્વઇચ્છિક બજાર બંધ. ગાંધીધામ વેપારી મંડળ, ચાવલાચોક વ્યાપારી એસોસિએશન અને ભારતનગર વેપારી એસોસિએશનના સંયુક્ત નિર્ણય મુજબ આજે સાંજે 05:00 થી 06:00 વાગ્યા સુધી સમગ્ર બજાર બંધ રાખવામાં આવ્યું હતું.