આપણે ત્યાં કહેવાય છે કે ભૂખ્યા પેટે ભજન ના થાય.હજારો વર્ષોથી ધાર્મિક ક્ષેત્રો, સામાજિક સંસ્થાઓ દ્વારા પવિત્ર ભાવનાથી હરિહર કરાવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને માતા યશોદાએ બાળપણમાં ઉછેર કર્યો અને જેને માખણ પ્રિય હતું એવા ભગવાન શ્રીકૃષ્ણ નંદઘરમાં રહ્યા.આંગણવાડીઓને નંદ ઘર પણ કહેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આ જ અભિગમ સાથે શિક્ષણ ક્ષેત્રમાં છેલ્લા એક વર્ષથી અભૂતપૂર્વ પરિવર્તન લાવવામાં આવ્યું છે. જેનું નામ છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના.