સુરતના વરાછા વિસ્તારમાં કોટેજ ઈન્ડસ્ટ્રીઝનો ભારે વિરોધ જોવા મળ્યો છે. રવિવારે સ્થાનિક સોસાયટીની મહિલાઓ સહિત લોકો દ્વારા હાથમાં બેનરો સાથે દેખાવ અને પ્રદર્શન કરવામાં આવ્યો હતો.રાજકીય નેતાઓ માત્ર મત જોઈતા હોય ત્યારે જ આવે છે તેવા આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો.જો માંગણી પૂરી નહીં થાય તો આગામી ચૂંટણીમાં તાકાતનો પરચો આપવાની ચીમકી સ્થાનિકો એ ઉચ્ચારી હતી.સ્થાનિકોએ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ નો વિરોધ નોંધાવ્યો છે.