મોરબી: રજડતા ઢોરોનો ત્રાસ બેફામ : મોરબીના બોરીચાવાસમાં રઘવાયા થયેલા આખલાના કારણે બાઇક યુવકનો જીવ અધ્ધરતાલ....
Morvi, Morbi | Jul 6, 2025 મોરબીના બોરીચા વાસ વિસ્તારમાં સ્થાનિક નાગરિકો લાંબા સમયથી રજડતા ઢોરના ત્રાસના કારણે ત્રાહિમામ પોકારી ઊઠ્યા હોય ત્યારે આ મામલે સમસ્યાને ઉજાગર કરતો એક વિડીયો વાયરલ થયો છે જેમાં બોરીચા વાસ માં રઘવાયા થયેલા એક આખલાએ બાઈક ચાલક યુવક પાછળ ડોટ મુકતા યુવકનો જીવ અધ્ધરતાલ થયો હતો અને યુવક રસ્તા પર પોતાનું બાઈક મૂકી દુકાનમાં ઘૂસી જતા તેનો આબાદ બચાવ થયો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે..