ધાનેરા: ધાનેરા શહેર નજીક આવેલા કોટડાથી વેચીવાડી રોડ ઉપર બાઈક સ્લીપ ખાતા યુવાનનું મોત
ધાનેરા શહેર નજીક આવેલ કોટડાથી વેચીવાડી તરફ જતા રસ્તા પર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સ્લીપ ખાઈ જતાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પાછળ બેઠેલ અન્ય ઇસમને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો.