વિસનગર: જમાઈપુરા વિસ્તારમાં 15થી 20 શખ્સો દ્વારા તલવાર અને હથિયારો વડે ઘરમાં ઘૂસીને હુમલો
વિસનગરના લાવારીસ પાસે આવેલા જમાઈપુરા વિસ્તારમાં સાંજે અંદાજે પંદરથી વીસ જેટલા શખ્સો તલવાર અને અન્ય હથિયારો સાથે એક ઘરમાં ઘૂસી ગયા હતા. હુમલાખોરોએ ઘરમાં હાજર એક યુવક, એક યુવતી અને અન્ય એક મહિલાને બેફામ માર માર્યો હતો. તેમની બૂમાબૂમ સાંભળીને આસપાસમાંથી લોકો દોડી આવતાં તમામ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.