ગોધરા: કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની યોગા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
ગોધરાના કનેલાવ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લાકક્ષાની યોગા સ્પર્ધાનું આયોજન થયું, જેમાં પંચમહાલના વિવિધ તાલુકાઓમાંથી પસંદ થયેલા 50થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો. વિવિધ વયશ્રેણી મુજબ યોજાયેલી સ્પર્ધામાં વિદ્યાર્થીઓથી લઈને વરિષ્ઠો સુધી સૌએ યોગાના વિવિધ આસનો પ્રદર્શિત કર્યા. રાજ્ય યોગ બોર્ડના કોચોએ આસનોનું મૂલ્યાંકન કરી અંતિમ નિર્ણયો આપ્યા. સ્પર્ધામાં યોગા પ્રત્યેનો જુસ્સો અને શિસ્ત સ્પષ્ટ દેખાઈ. વિજેતા સ્પર્ધકો હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જિલ્લામાંનું