રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારની અઢી વર્ષીય રજૂઆતોના પરિણામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રૂ. ૫,૪૯૭.૨૩ કરોડની નર્મદા સિંચાઈ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ અવસરે પંચમહાલ જિલ્લાના વાઘજીપુર ખાતે ખેડૂતો દ્વારા અભિવાદન સમારોહ યોજાયો. યોજનાથી ૧,૭૪૭ કિ.મી. પાઈપલાઈન દ્વારા નર્મદાજળ છેવાડાના ગામો સુધી પહોંચશે અને ૯૧૨ તળાવો, ૩ ડેમ તથા ૧,૨૩૨ ચેકડેમ ભરાશે. આ યોજના કૃષિ વિકાસ, ભૂગર્ભ જળ સુધારણા અને પ્રદેશમાં હરિયાળી ક્રાંતિ માટે મહત્વપૂર