પોશીના: તાલુકાના ટેબડા ગામેથી SOG એ ગાંજાના છોડ અને ડીટોનેટર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
આજે સવારે 9 વાગે પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ પોશીના તાલુકાના ટેબડા ગામે એક ખેતરમાં ગેરકાયદેસર વાવેતર કરેલા ગાંજાના છોડ નંગ- 69 તેમજ ઘરમાંથી ગેરકાયદેસર એક્સપ્લોઝીવ નો સામાન તેમજ ડીટોનેટર નંગ-29 એમ કુલ મળી રૂ.9,71726 ના મુદ્દા માલ સાથે SOG એ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારે આરોપી વિરુદ્ધ ખેરોજ પોલીસ સ્ટેશનમાં NDPS તેમજ એક્સપ્લોઝીવનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.