ચાંદોદ ખાતે ફિલ્મ પોસ્ટર વિમોચન ચાંદોદ સ્થિત શ્રી અવધૂત મંદિર ખાતે દત્ત જયંતિના પાવન પ્રસંગે “યોગીરાજ રંગ અવધૂત” ફિલ્મના ઑફિશિયલ પોસ્ટરનું વિમોચન કરવામાં આવ્યું. આ ફિલ્મ અવધૂત પરંપરાની દિવ્ય મહિમા અને આધ્યાત્મને રજૂ કરતી હોવાને કારણે ભક્તિ, પરંપરા અને ગૌરવની લાગણીમાં વધારો કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. ફિલ્મની ટીમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી ઉત્સાહ વ્યક્ત કર્યો.