આજે સવારે 10 વાગ્યે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા યુજીવીસીએલ દ્વારા શહેરમાં ઉર્જા સંરક્ષણ માસ અંતર્ગત વીજ બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ વીજળી બચાવવા અને ઊર્જા સંરક્ષણ પ્રત્યે જનજાગૃતિ લાવવાનો હતો ત્યારે આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ત્યારે મોટી સંખ્યામાં યુજીવીસીએલ ના કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા.