રાજકોટ પૂર્વ: રાજકોટનું માર્કેટિંગ યાર્ડ કપાસથી છલકાયું, 42,000 મણની આવક
રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતો દ્વારા કૃષિ પેદાશો લાવવાની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે યાર્ડમાં તમામ પ્રકારની જણસોના ઢગલા જોવા મળી રહ્યા છે. આજે રાજકોટનું માર્કેટ યાર્ડ ખાસ કરીને કપાસની પુષ્કળ આવકને કારણે છલકાઈ ગયું હતું. કપાસને બજારમાં 'વ્હાઇટ ગોલ્ડ' તરીકે ઓળખવામાં આવે છે, અને તેની એક જ દિવસમાં 42000 મણની અત્યાર સુધીની સૌથી મોટી આવક નોંધાઈ છે