રાજકોટ 9 માસ પહેલા લગ્ન કરનાર એરપોર્ટના કર્મચારી પ્રિતેશ ભુવાએ એસીડ પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. 30 વર્ષીય પ્રિતેશે મવડીના જીવરાજ પાર્કમાં ગઈકાલે બપોરે પોતાના ઘરે પગલું ભરી લીધું હતું. તેણે સારવારમાં ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.