લિંબાયત પોલીસે જાગૃત નાગરિકની મદદથી બનાવટી ચલણી નોટો સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.જાગૃત નાગરિક દ્વારા જનરક્ષક 112 પર કોલ કરી જાણકારી આપતા સફીકુલ ઇસ્લામ નેસુદિન શેખને 500 ના દર ની પાંચ બનાવટી નોટો સાથે ઝડપી પાડ્યો હતો.જેની પૂછપરછ માં મહંમદ રાકીબ નાઝીમુદીન શેખ અને તાજમહાલ ઉર્ફે મિલન જયમત મંડલ નું નામ સામે આવતા ભેસ્તાન ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.જ્યાં ત્રણેય આરોપીઓ પાસેથી 3.48,500 ના દરની બનાવટી ચલણી નોટ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.