પુણા: વરાછા ગરનાળા થી સુરત સ્ટેશન તરફ જતા 200 મીટરના વન વે રોડ પર MMTH પ્રોજકેટની કામગીરીને લઈ જાહેરનામું
Puna, Surat | Nov 24, 2025 વરાછા રોડના ગરનાળાથી સુરત સ્ટેશન તરફ જતા 200 મીટરના વન-વે રોડને સુરત શહેર પોલીસે MMTH પ્રોજેક્ટના કામને લઈને બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.SITCO કંપની અહીં બ્રિજનું કામ કરવાની છે.200 મીટરનો રસ્તો સોમવારથી અચોક્કસ સમય માટે બંધ થવાના કારણે 2 કિમી સુધી ટ્રાફિક જામની સમસ્યા ઉભી થવાની છે.મેટ્રોના કારણે એલએચ ગરનાળું બંધ અને પોદ્દાર આર્કેડ વાળો રસ્તો સાંકડો એટલે 1 કિમી ફરીને જતા કલાકો થશે.શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ફોર્સ ફાળવવામાં આવી.