સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. હોસ્ટેલમાં પીરસવામાં આવતા અત્યંત નિમ્ન કક્ષાના ભોજનને લઈને વિદ્યાર્થીઓએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું છે. આ આંદોલનમાં ABVP પણ જોડાઈ છે.વિદ્યાર્થીઓએ ગંભીર આરોપ લગાવ્યો છે કે હોસ્ટેલમાં પીરસવામાં આવતા ભોજનમાં જીવાત અને મરેલા ઉંદર જોવા મળે છે. વિદ્યાર્થીઓએ આ બાબતના વીડિયો પુરાવા પણ રજૂ કર્યા છે.