રાજકોટ પશ્ચિમ: સફાઈકામદારો સાથે થયેલ અન્યાય મામલે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈપણ પગલાં ન લેવાતા કામદારોમાં રોષ, પોલીસ કમિશ્નરને રજુઆત કરી
મનપાના કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરા દ્વારા સફાઈ કામદારો સાથે થયેલ અન્યાય મામલે તંત્ર દ્વારા કોઈપણ પગલાં ન લેવાતા આજે બપોરે 2:30 વાગ્યાની આસપાસ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયા સફાઈ કામદારો સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને આ બાબતે કોન્ટ્રાક્ટર સામે તાકીદે પગલા લેવા રજૂઆત કરી હતી.