પ્રભાસ પાટણના ઘાંચીવાડા વિસ્તારમાં દીપડએ બે બકરાનું મરણ કર્યું હતું
Veraval City, Gir Somnath | Jul 26, 2025
પ્રભાસ પાટણના ઘાંચીવાડા વિસ્તારમાં દીપડએ બે બકરાનું મરણ કર્યું હતુંસ્થાનિક રહીશોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુંગીર સોમનાથના પ્રભાસપાટણના ઘાંચીવાડા વિસ્તારમાં વહેલી સવારે બે દીપડા ઘૂસી આવતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અતિ ગીચ માનવ વસાહતમાં હિંસક દીપડાઓના પ્રવેશથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે વન વિભાગની ટીમે વેટરનરી ડોક્ટરની ટીમ સાથે મળીને દીપડાને રેસ્ક્યૂ કરવાની કવાયત હાથ ધરી હતી.