મહેસાણા તાલુકા પોલીસે સાત મહિનાથી નાસતા-ફરતા સજા વોરંટના આરોપીને ઝડપી પાડ્યો
Mahesana City, Mahesana | Dec 4, 2025
પેટ્રોલીંગ દરમિયાન, પોલીસ સ્ટાફને ગુપ્ત માહિતી મળી હતી કે સજા વોરંટનો આરોપી પોતાના ઘરે આવેલો છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર પહોંચી જઈ આરોપીને જે તે સ્થિતિમાં પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ રસિકભાઈ દેવાભાઈ પ્રજાપતિ છે, જે પાલાવાસણા, પ્રજાપતિવાસ, તા.જી. મહેસાણાનો રહેવાસી છે.