સંજેલી: આપ દ્વારા સંજેલીના અણીકા,લવારા અને બોડીયાંભીત ગામમાં SIR સહાયતા કેમ્પનું અને અણીકા ખાતે સભાનુ આયોજન કરાયું
Sanjeli, Dahod | Nov 30, 2025 આજે તારીખ 30/11/2025 રવિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં સંજેલી વિધાનસભા આમ આદમી પાર્ટી પ્રમુખના માર્ગદર્શન હેઠળ અણીકા,લવારા અને બોડીયાંભીત ગામમાં મતદાર યાદી વિશેષ સુધારણા (SIR) અભિયાન અંતર્ગત સહાયતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તેમજ અણીકા ગામે ખેડૂત ન્યાય પંચાયત તાલુકા પ્રમુખ અલ્પેશ ભાઈ ચારેલના અઘ્યક્ષ સ્થાને ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન કરાયું.મિતેષભાઈ માલની આગેવાનીમાં આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન કરવામાં આવ્યું.